ઑનલાઇન વ્યવહારોની સંખ્યામાં આંશિક ઘટાડો નોંધાયો, જૂનમાં 1,389 કરોડ UPI વ્યવહારો થયા
Live TV
-
જૂનમાં યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ (UPI) દ્વારા 1,389 કરોડ ટ્રાન્ઝેક્શન થયા જ્યારે આ દરમિયાન 20.07 લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારા લોકોની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે. જૂનમાં યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ (UPI) દ્વારા 1,389 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. આ સમયગાળા દરમિયાન 20.07 લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વાર્ષિક ધોરણે 49 ટકાનો વધારો થયો છે. ટ્રાન્સફર કરવાની રકમમાં 36 ટકાનો વધારો થયો છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ સોમવારે ટ્રાન્ઝેક્શનના આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે જૂન મહિનામાં 1,389 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા. આના દ્વારા 20.07 લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. ગયા વર્ષે જૂન 2023માં 934 કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા 14.75 લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આમ, ગયા વર્ષની સરખામણીમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સંખ્યા 49 ટકા વધુ છે, જ્યારે ટ્રાન્સફર થયેલી રકમમાં 36 ટકાનો વધારો થયો છે. જોકે, મેની સરખામણીએ વોલ્યુમમાં એક ટકા અને મૂલ્યમાં ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
મે 2024 માં, UPI દ્વારા 1,404 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જ્યારે 20.45 લાખ કરોડની રકમ તેના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી. એપ્રિલ 2016માં UPIની શરૂઆત પછી મે 2024માં થયેલા વ્યવહારો વોલ્યુમ અને મૂલ્ય બંનેની દ્રષ્ટિએ સૌથી વધુ હતા.
