Skip to main content
Settings Settings for Dark

શેરબજાર ઓલ ટાઈમ હાઈ, નિફ્ટી પહેલીવાર 24,100 પાર પહોંચ્યું

Live TV

X
  • ભારતીય શેરબજારો શુક્રવારે લીલા રંગમાં ખુલ્યા હતા. ટેલિકોમ કંપનીઓ દ્વારા મોબાઈલ ટેરિફમાં વધારાને કારણે આ ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.

    બજારો ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે 79,671 પોઈન્ટ અને 24,174 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી હતી.

    સવારે 9:50 વાગ્યે સેન્સેક્સ 368 પોઈન્ટ અથવા 0.46 ટકા વધીને 79,610 પર અને નિફ્ટી 110 પોઈન્ટ અથવા 0.46 ટકા વધીને 24,155 પર હતો.

    સેન્સેક્સમાં એનટીપીસી, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, નેસ્લે, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસીસ, એચડીએફસી બેંક અને જેએસડબલ્યુ સ્ટીલ સૌથી વધુ વધ્યા છે. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, મારુતિ સુઝુકી અને એચસીએલ ટેક ટોપ લોઝર છે.

    નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 346 પોઇન્ટ અથવા 0.46 ટકા વધીને 55,740 પોઇન્ટ પર અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 187 પોઇન્ટ અથવા 1.03 ટકા વધીને 18,352 પોઇન્ટ પર હતો.

    નિષ્ણાતોનું કહેવું છે કે, સેન્સેક્સ 80,000 પોઈન્ટના સ્તરને પણ સ્પર્શી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એરટેલ જેવા યોગ્ય વેલ્યુએશનવાળા લાર્જ કેપ શેરોમાં વધારો જોવા મળી શકે છે. જો સ્થાનિક રોકાણકારો નફો બુક કરે તો બજાર ઘટી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply