કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની કડાકા સાથે શરૂઆત થઇ
Live TV
-
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની કડાકા સાથે શરૂઆત થઈ છે. ફેડની નીતિવિષયક જાહેરાત પહેલા અમેરિકી બજારોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને તેના કારણે ભારતીય બજારમાં આજે કડાકા સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને 56 હજાર 500 નીચે, જયારે નિફ્ટી 150 પોઈન્ટ ડાઉન સાથે ખુલ્યું છે. બીએસઈના મિડકેપ અને સ્મોલ કેપમાં 100થી વધુ પોઈન્ટનો ઘટાડો છે. મિડ-કેપમાં, યસ બેંક, ક્રિસિલ, વરુણ બેવરેજ, બજાજ હોલ્ડિંગ અને બાયોકોન નફાકારક છે, જ્યારે ક્લીન, ટાટા કોમ્યુનિકેશન્સ, એબી કેપિટલ, અપોલો હોસ્પિટલ્સ, ઓઇલ, જિંદાલ સ્ટીલ, માઇન્ડ ટ્રી, અશોક લે લેન્ડ અને જે. એસ. ડબ્લ્યુ એનર્જી ઘટેલા છે. સ્મોલ કેપમાં ટાટા કેમિકલ્સ, ગોકુલ એગ્રો, કેન ફિન હોમ્સ, મેન ઈન્ડસ્ટ્રીઝમાં ઉછાળો છે. બાદમાં સેન્સેક્સમાં સુધારો થતા 300 આંક રીકવર થયું છે.
