કોરોનાના કપરા કાળ વચ્ચે પણ દેશની અર્થવ્યવસ્થા દર પહોંચ્યો 20.1 ટકાની ઊંચાઈએ
Live TV
-
બેંકિંગ સેક્ટરમાં આવી મજબૂતી, તો મેનુફેક્ચરિંગનું રિકવરી સ્તર 96 ટકાએ પહોંચી, રિટેલ મોંઘવારી દર 3 મહિનાના લઘુત્તમ સ્તર પર
દેશમાં કોરોનાની સ્થિતિ વચ્ચે એપ્રિલ-જૂન,2021માં જીડીપી વિકાસ દર 20.1 ટકા નોંધાયો છે. જે જાન્યુઆરી- માર્ચ,2021માં 1.6 ટકા હતો. આ અંગે મુખ્ય આર્થિક સલાહકારે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વીજળીના વપરાશમાં 17 થી 18 ટકાનો વધારો થયો છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ વધારો થયો છે. GST સંગ્રહની સ્થિતિ દરમહિને સરેરાશ 1 લાખ કરોડની પાર નોંધાઇ છે. કે. સુબ્રમણ્યને વધુમાં જણાવ્યું હતું કે, બેંકિંગ સેક્ટરમાં મજબૂતી આવી છે. ફોરેન એક્સચેન્જ રિસર્વમાં પહેલાની અપેક્ષાએ પણ બે ઘણો વધ્યો છે. મોંઘવારીને લઇને પણ રાહતના સંકેત મળવાના શરૂ થઇ ગયા છે. રિટેલ ઇન્ફ્લેશન દર 3 મહિનાના નિમ્ન સ્તર પર જોવા મળ્યો છે.. તેમણે વધુમાં જણાવ્યું કે, આવતા વર્ષે અર્થતંત્ર કોવિડ પહેલાના સ્તર પર આવી જશે.
