ક્રિપ્ટો કરન્સીમાં છેતરપીંડીના કેસમાં 900 કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરાઈ
Live TV
-
કેન્દ્ર સરકારે ક્રિપ્ટો કરન્સીમાં છેતરપીંડીના કેસમાં 900 કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરી છે. ગઈકાલે લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે, હાલમાં ક્રિપ્ટો અનિયંત્રિત છે અને સરકાર ક્રિપ્ટો એક્સચેન્જની નોંધણી કરતી નથી. તેમણે કહ્યું કે, ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ આ અંગેના છેતરપિંડીના ઘણા કેસોની તપાસ કરી રહ્યું છે.
12 ક્રિપ્ટો એક્સચેન્જની તપાસમાં, 87 કરોડ રૂપિયાથી વધુની GST ની ચોરી શોધી કાઢવામાં આવી છે અને વ્યાજ તથા દંડ સાથે 110 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરવામાં આવી હતી. ફેમા ધારા હેઠળ 289 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને બે હજાર 790 કરોડ રૂપિયાની ક્રિપ્ટો સંપત્તિ સાથે સંકળાયેલા વ્યવહારો માટે નોટિસ આપવામાં આવી છે.
