આજે પોઝીટીવ ટ્રેન્ડથી માર્કેટ ખુલતા રાહત થઇ
Live TV
-
આજે સપ્તાહના ચોથા દિવસે સેન્સેક્સ 190 પોઇન્ટ વધારા સાથે 61 હજાર 257 પોઇન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નીફ્ટી 90 અંક સાથે 18 હજાર 288 પર ખુલ્યો હતો. ભારતીય શેર બજાર છેલ્લાં બે દિવસથી ઘટાડા સાથે બંધ થતા માર્કેટમાં નિરાશા જોવા મળી હતી. જો કે આજે પોઝીટીવ ટ્રેન્ડથી માર્કેટ ખુલતા રાહત થઇ છે. આજે ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેંક, એચસીએલ, ઇન્ફોસીસ અને ટાટા સ્ટીલના શેર મજબુતીમાં રહ્યા છે. જ્યારે એનટીપીસી, લાર્સન એન્ડ ટુર્બો, મારૃતિ અને એક્સીસ બેંકના શેરના ભાવમાં ઘટાડો થયો હતો. વિશ્વના માર્કેટની વાત કરીએ અમેરિકાનું શેરબજાર સતત બે દિવસ ગ્રીન ઝોનમાં રહ્યું છે.
