કારોબારી સપ્તાના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત બાદ તેજી જોવા મળી
Live TV
-
કારોબારી સપ્તાના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત બાદ તેજી જોવા મળી છે. આજે BSEનો સેન્સેક્સ શુક્રવારના 59 હજાર 845ની સામે 90.21 ઘટીને 59 હજાર 756 પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી શુક્રવારના 17 હજાર 807ની સામે 23.50 વધીને 17હજાર 830 પર ખુલ્યો હતો. આજના કારોબારમાં મોટાભાગના મોટા સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. તો, આજના ટોપ ગેનર્સ શેર્માંસમાં HDFC BANK, HCL ટેક, HDFC, TCS, KOTAK BANKનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં BAJAJ FINANCE, BAJAJ , NTPC, મારુતિ, ICICI બેંક, Airtelનો સમાવેશ થાય છે.કોમોડીટી માર્કેટમાં સોનાના પ્રતિ ગ્રામ ભાવમાં આજે 137 જયારે ચાંદીના પ્રતિ કિલોના ભાવમાં 91 રૂપિયાનો વધારો નોંધાયો છે.
