જાણો યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે વિશ્વભરના અબજોપતિઓ કયા દેશોમાં રોકાણને પ્રાથમિકતા આપી રહ્યા છે
Live TV
-
42 ટકા લોકોએ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનને રોકાણ માટે તેમના પસંદગીના સ્થળ તરીકે રેટ કર્યું
વિશ્વના અબજોપતિઓ ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં રોકાણ કરવાને પ્રાધાન્ય આપી રહ્યા છે. યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે વિશ્વભરના અબજોપતિઓ રશિયા સહિત દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં રોકાણને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા UBS(Global Family Office Report 2022, Billionaire Ambitions Report 2022) બિલિયોનેર એમ્બિશન્સ રિપોર્ટ 2022માં આ બાબતો સામે આવી છે.
- સર્વેક્ષણમાં 58 ટકા અબજોપતિઓએ ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાને રોકાણ માટે તેમના પસંદગીના બજારો તરીકે પસંદ કર્યા.
- માત્ર 42 ટકા લોકોએ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનને રોકાણ માટે તેમના પસંદગીના સ્થળ તરીકે રેટ કર્યું છે.
- સર્વેક્ષણ કરાયેલા લોકોમાંથી 50 ટકા લોકોએ ઉત્તર અમેરિકાને રોકાણ માટેના સ્થળ તરીકે પસંદ કર્યું.
