સેન્સેક્સ 60 હજાર 415 અને નિફ્ટી 17 હજાર 971 પર કરી રહ્યાં છે કારોબાર
Live TV
-
ભારતીય શેરબજારમાં કાલના વધારા બાદ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 117 આંકના ઘટાડા સાથે 60 હજાર 449 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 28 આંકના ઘટાડા સાથે 17 હજાર 985 પર કારોબાર કરી રહ્યા છે. આજે મેટલ, રિયલ્ટી, મીડિયા, એનર્જી સેક્ટરમાં નવી ખરીદી નીકળતા વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે બેંક અને ફાઈનાન્સ સર્વિસ સેક્ટરમાં વેચવાલીનું દબાણ રહેતાં ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં છે. કોમોડીટીની વાત કરીએ તો બ્રેંટ ક્રુડ ઓઈલ ત્રણ અઠવાડીયાની ઉંચાઈ પર 85 ડોલર આસપાસ કારોબાર કરી રહ્યું છે. MCX પર સોનાનો ભાવ રૂ. 54 હજાર 750 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ રૂ. 69 હજાર 350 પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે.
