2022માં ઈક્વિટી રોકાણકારોની સંપત્તિમાં રૂ.16.36 લાખ કરોડ ઉમેરાયાં
Live TV
-
સમગ્ર વર્ષ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે અફરાતફરી પછી આજે વર્ષના અંતિમ દિવસે જોઈએ તો શેરબજારની કામગીરી સારી રહી છે. જ્યારે દુનિયાના અન્ય તમામ મોખરાના શેરબજારો રશિયા-યુક્રેન યુદ્ધ, ફુગાવામાં વધારો અને વ્યાજ દર પરમાં કરવામાં આવી રહેલા આક્રમક વધારો તેમજ ચીનમાં ફરી કોવિડ સંક્રવણ વધવાની દહેશતની અસર નીચે કપરા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા હતાં તેવા સમયે સેન્સેક્સની કામગીરી સેન્સેક્સની કામગીરી પ્રમાણમાં સારી રહી છે. વર્ષ દરમિયાન સેન્સેક્સએ 4.44 ટકાનું વળતર આપ્યું છે, જેના પરિણામે રોકાણકારોની સંપત્તિમાં વર્ષ 2022માં 6.15 ટકા અથવા રૂપિયા 16.36 લાખ કરોડનો ઉમેરો થયો છે.
ઉલ્લેખનીય છે કે, 17 જૂને સેન્સેક્સ 50,921.22ના એક વર્ષને તળિયે પહોંચી ગયો હતો. તે પછી 1 ડિસેમ્બરે સેન્સેક્સ 63,583.07ની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી અને અન્ય પડકારો હોવા છતાં ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી હતી. 29 ડિસેમ્બર સુધીમાં બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂલ્ય રૂપિયા 16,36,254.63 કરોડથી વધીને રૂપિયા 2,82,36,466.18 કરોડ થયું હતું.
