ટોચની 10માંથી 8 કંપનીઓના બજાર મૂલ્યમાં રૂ.82,169 કરોડની વૃદ્ધિ થઈ
Live TV
-
30 શેરોના બીએસઈ સેન્સેક્સમાં 841.45 પોઈન્ટસ અથવા 1.42 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ટોચની 10 મૂલ્યવાન કંપનીઓમાંથી 8 કંપનીઓમાં વૃદ્ધિ થઈ હતી, જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, તાતા કન્સલ્ટન્સી સવિર્સ (ટીસીએસ), એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, એચડીએફસી અને આઈટીસીનો સમાવેશ થાય છે.
ઈક્વિટી બજારમાં સકારાત્મક વલણની વચ્ચે છેલ્લા સપ્તાહ દરિમયાન ટોચના 10માંથી 8 કંપનીઓના બજાર મૂલ્ય (એમકેપ) રૂપિયા 82,169.3 કરોડનો ઉમેરો થયો છે. જેમાં એચડીએફસી અને એચડીએફસી બેન્ક સૌથી મોખરે હતાં.
30 શેરોના બીએસઈ સેન્સેક્સમાં 841.45 પોઈન્ટસ અથવા 1.42 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ટોચની 10 મૂલ્યવાન કંપનીઓમાંથી 8 કંપનીઓમાં વૃદ્ધિ થઈ હતી, જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, તાતા કન્સલ્ટન્સી સવિર્સ (ટીસીએસ), એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, એચડીએફસી અને આઈટીસીનો સમાવેશ થાય છે. એચડીએફસી બેન્કનું બજાર મૂલ્ય રૂપિયા 31,553.45 કરોડ ઉછળી રૂપિયા 9,29,752.54 કરોડ થયું હતું, જ્યારે એચડીએફસીની માર્કેટ કેપ રૂપિયા 18,877.55 કરોડની તેજીમાં રૂપિયા 5,00,878.67 કરોડે રહી હતી. જ્યારે ભારતી એરટેલનું બજાર મૂલ્ય 9,533.48 કરોડના વધારા સાથે રૂપિયા 4,27,111.07 કરોડ રહ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ રૂિપયા 6,731.76 કરોડના ઉછાળા સાથે રૂપિયા 15,83,824.42 કરોડ અને ટીસીએસનું બજાર મૂલ્ય રૂપિયા. 5,817.89 કરોડ વધી રૂપિયા 11,78,836.58 કરોડ થયું હતું. આઈટીસીની માર્કેટ કેપ રૂપિયા 4,722.65 કરોડ વધીને રૂપિયા 4,81,274.99 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની માર્કેટ કેપ રૂપિયા 3,792.96 કરોડના વધારા સાથે રૂપિયા 4,71,174.89 કરોડે રહી હતી. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવરનું મૂલ્ય 1,139.56 કરોડ વધીને રૂપિયા 6,02,341.22 કરોડે રહ્યું હતું. બીજી બાજુ ઈન્ફોસિસનું બજાર મૂલ્ય રૂપિયા 2,323.2 કરોડ ઘટીને રૂપિયા 5,89,966.72 કરોડ તથા આઈસીઆઈસીઆઈ બેન્કની માર્કેટ કેપ રૂપિયા 1,780.62 કરોડના ઘટાડા સાથે રૂપિયા 6,10,751.98 કરોડે રહી હતી. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી મૂલ્યવાન કંપની રહી હતી, તે પછી ટીસીએસ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ફોસિસ, એચડીએફસી, આઈટીસી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને ભારતી એરેટલનો સમાવેશ થાય છે.
