વૈશ્વિક સ્તરે માર્કેટ સુધારણાના સંકેતને પગલે ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ
Live TV
-
સેન્સેક્સ 118 પોઇન્ટ વધારા સાથે ખુલીને 60 હજારને પાર થયો
વૈશ્વિક બજાર સુધારાના સંકેતની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે. મંગળવારે સેન્સેક્સ 118 પોઇન્ટના વધારા સાથે 60 હજાર પોઇન્ટની સપાટી ક્રોસ કરીને 60 હજાર 28 પોઇન્ટ પર ખુલ્યો હતો. જે હાલ. 267 પોઇન્ટના વધારા સાથે 60114 પોઇન્ટ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આજે બેંકિંગ, ટેકનોલોજી અને એફએમસીજી કંપનીના શેર્સ ગ્રીન ઝોનમાં રહ્યા છે. જેમાં કોટક બેંક, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ, બેંક, એચડીએફસી,તેમજ ટાટા મોટર્સ, હિન્દુસ્તાન લીવર, રિલાયન્સ, મારૃતિના શેરનો સમાવેશ થાય છે. તો નીફ્ટી 113 પોઇન્ટના વધારા સાથે 17 હજાર 704 પોઇન્ટ પર ખુલ્યો હતો. હાલ 17 હજાર 706 પોઇન્ટ પર છે.
