Skip to main content
Settings Settings for Dark

G20: નાણાં મંત્રી અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠકમાં ઊર્જા, ખાદ્ય અને જળવાયુ મુદ્દે ચર્ચા

Live TV

X
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન અને આર.બી.આઇ. ગવર્નર શક્તિકાંત દાસ વોશિંગ્ટનમાં જી-20 FM-CBG બેઠકની સંયુક્ત અધ્યક્ષતા કરશે. જી-20 સભ્યદેશો 13 આમંત્રિત દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય તથા ક્ષેત્રીય સંગઠનોના લગભગ સાડા ત્રણસો પ્રતિનિધીઓ આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં વૈશ્વિક મુદાના પરિપેક્ષમાં વિશાળ ફલકમાં ચર્ચા થશે. બીજી બે દિવસીય  FM-CBG બેઠકમાં ત્રણ સત્ર થશે. જેમાં વૈશ્વીક અર્થવ્યવસથા, ખાદ્ય અને ઉર્જા અસુરક્ષાનું સમાધાન કરવું, વૈશ્વીક લોનની નબળાઇઓને વ્યવસ્થાપિત કરવી, આંતરરાષ્ટ્રીય નાણાકિય માળખું સહિત વિવિધ મુદ્દે ચર્ચા થશે. આ સત્રનું વિશેષ ફોકસ વૈશ્વીક નાણાકિય નબળાઇઓ, બહુપક્ષિય વિકાસ બેંકોને મજબુત કરવી તેમજ નાણાકિય પ્રક્રિયાને આગળ ધપાવવા સહિતના મુદ્દે તમામ પ્રતિનિધીઓ વિચારવિમર્શ કરશે.

    યુ.એસ.ની રાજધાની વોશિંગ્ટનમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ બીજી, બે દિવસીય G20: FMCBG (નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરો) બેઠકની અધ્યક્ષતા કરશે. G20 સભ્યોના અંદાજીત 350 પ્રતિનિધિ, 13 આમંત્રિત દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓ વૈશ્વિક મુદ્દાઓના વ્યાપક સ્પેક્ટ્રમની આસપાસ કેન્દ્રિત બહુપક્ષીય ચર્ચાઓમાં ભાગ લેવા અને તેમાં જોડાવા એક સાથે આવશે.

    પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બેઠકમાં ત્રણ સત્રો હશે. જેમાં પ્રથમ સત્રમાં વૈશ્વિક અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખુ બીજા સત્રમાં નાણાકીય ક્ષેત્ર અને નાણાકીય સમાવેશ અને ત્રીજા સત્રમાં આંતરરાષ્ટ્રીય કરવેરા પર ચર્ચા કરવામાં આવશે. 

    વર્તમાન વૈશ્વિક આર્થિક સંકટ એક મહત્વપૂર્ણ મુદ્દો
    હાલમાં વિશ્વના મોટા નાણાકીય કોર્પોરેશનો મુશ્કેલીમાં છે. વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો જે નિષ્ફળ ગયેલી નાની બેંકોને જામીન આપવા માટે બહાર આવી રહી છે, તે પોતે જ ફસાઈ ગઈ હોય તેમ લાગી રહ્યુ છે જ્યારે વિશ્વના શેરબજારની સ્થિતિ પણ ખૂબ જ અસ્થિર છે. આજની સ્થિતિએ ઘણા લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે કે શું આપણે ફરી વર્ષ 2008 ની વૈશ્વિક નાણાકીય કટોકટી જેવી પરિસ્થિતિમાં આવી જઈશું? આવી સ્થિતિમાં ભારતની અધ્યક્ષતામાં વૈશ્વિક આર્થિક સંકટ માટે જરૂરી ઉકેલ શોધવો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે.

    વૈશ્વિક દક્ષિણના ઘણા દેશોમાં, ખાસ કરીને આફ્રિકા અને મધ્ય પૂર્વમાં પ્રગતિ ઓછી ઝડપથી થઈ છે. સૌથી ગરીબ દેશોએ વિશ્વ વેપારમાં તેમના હિસ્સામાં તીવ્ર ઘટાડો જોયો છે. લગભગ તમામ ઓછા વિકસિત દેશો સહિત લગભગ 75 વિકાસશીલ અને સંક્રમણ અર્થતંત્રો આ સ્થિતિમાં છે. હાલમાં આ વૈશ્વિક સમૂહની અધ્યક્ષતા કરી રહેલા ભારતે ગ્લોબલ સાઉથના દેશો સાથે મળીને નવી વિશ્વ વ્યવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ રીતે નવી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થા વિશ્વ સમક્ષ મૂકી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply