દિવાળીના તહેવારો વચ્ચે શેરબજારમાં મંદીનો માહોલ 300થી વધુ પોઈન્ટના કડાકા સાથે માર્કેટ ખુલ્યું
Live TV
-
આજે કોરોબારની શરૂઆતથી જ અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, HCL ટૅક અને TCSના શેર લીલા નિશાન સાથે ખુલ્યા છે
કોરોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. સેન્સેક્સ 60 હજાર નીચે સરક્યો છે, જ્યારે નિફ્ટી 17 હજાર 725ની નજીક પહોંચી ગયો હતો. દિગ્ગજ શેરોની વાત કરવામાં આવે તો આજે કોરોબારની શરૂઆતથી જ અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, HCL ટૅક અને TCSના શેર લીલા નિશાન સાથે ખુલ્યા છે. જ્યારે બેંક અને ફાયનાન્શીયલ શેરમાં આજે વેચવાલી જોવા મળી રહી છે.માર્કેટમાં 300થી વધુ અંકનો કડાકા સાથે ખુલ્યો હતો. તો તહેવારોની સીઝનને લઈને સોનાના ભાવમાં આજે થોડો વધારો જોવા મળી રહ્યો છે.જયારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિવાળી તહેવાર નજીક આવતા આજે પણ સોનાની ખરીદી વધી છે અને સામે ભાવ પણ વધ્યો છે.
