ભારતીય શેરબજારમાં વૃદ્ધિ જોવા મળી નિફ્ટી 17 હજાર 850 ની નજીક પહોંચ્યો
Live TV
-
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સારા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. નિફ્ટી 17 હજાર 850 ની નજીક પહોંચી ગયો છે તો સેન્સેક્સમાં પણ 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બજારમાં આજે સારી ખરીદી જોવા મળી રહી છે. બેંક અને આઈટી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.નિફ્ટી પર મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ પણ 1 ટકાથી વધુ વધ્યા છે.ઓટો, ફાર્મા અને એફએમસીજી ઇન્ડેક્સ પણ વધ્યા હતા. ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, INDUSIND બેંક, એક્સીસ બેંક, ઈન્ફોસીસ, HDFC અને TCS ના શેર્નોસમાં વધારો નોંધાયો છે. હાલ સેન્સેક્સ 461 અંકના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
