સેન્સેક્સ સપ્તાહના પહેલા દિવસે 32 પોઈન્ટના ઉછાળા સાથે બંધ
Live TV
-
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે નરમાશ જોવા મળી. સેન્સેક્સ 32 પોઈન્ટનો સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 60 હજાર 718 પોઈન્ટ પર બંધ રહ્યુ હતું. નિફ્ટીમાં માત્ર 7 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને 18 હજાર 109 પર બંધ રહ્યુ હતું. પાવરગ્રીડ કોર્પોરેશન, ITC અને એશિયન પેઈન્ટ્સના શેરમાં સામાન્ય તેજી જોવા મળી હતો તો ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના શેરમાં ઘટાડો થયો હતો. હેલ્થ ફાર્મા સેક્ટરના શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો. તો મેટલ સેક્ટર અને PSU બેંકના શેર્સ રેડઝોનમાં જોવા મળ્યા હતા.
