પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર, ક્રૂડ ઓઈલ 85 ડોલર પ્રતિ બેરલ આસપાસ
Live TV
-
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 84 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 80 ડોલર આસપાસ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
સપ્તાહના બીજા દિવસે શરૂઆતના વેપારમાં, બ્રાન્ડ ક્રૂડ 0.45 ડોલર એટલેકે 0.54 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 83.26 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.48 ડોલર એટલેકે 0.60 ટકા ઘટીને બેરલ દીઠ 79.32 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 94.72, ડીઝલ રૂ. 87.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 104.21, ડીઝલ રૂ. 92.15, કોલકતામાં પેટ્રોલ રૂ. 103.94, ડીઝલ રૂ. 90.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
