Skip to main content
Settings Settings for Dark

પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર, બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 81 ડોલરની આસપાસ

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 81 ડોલર ની આસપાસ છે અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 76 ડોલરની આસપાસ છે. જોકે, ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

    ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, ગુરુવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લિટર છે.

    આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના ચોથા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.25 ડોલર એટલેકે 0.31 ટકાના વધારા સાથે બેરલ દીઠ 80.29 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.29 ડોલર એટલેકે 0.39 ટકાના વધારા સાથે બેરલ દીઠ 75.38 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ વચ્ચે એવા સમાચાર છે કે, જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply