બુધવારે મોટા ઘટાડા બાદ આજે પણ ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા
Live TV
-
ભારતીય શેરમાં બુધવારે મોટા ઘટાડા બાદ આજે પણ ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા હતા. જેમાં સેન્સેક્સ 192 પોઇન્ટના ઘટાડા સાથે 66 હજાર 608 પોઇન્ટ પર ખુલ્યો હતો. જે બાદ વેચવાલીનો માહોલ સર્જાતા સેન્સેક્સ 300 પોઇન્ટ સુધી ઘટીને 66 હજાર 500ની સપાટીએ પહોંચી છે. આજે એસબીઆઇ , ટાટા સ્ટીલ, જેએસ ડબલ્યુ સ્ટીલ, એક્સીસ બેંક, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ અને એનટીપીસીના શેર્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. જ્યારે રિલાયન્સ, સન ફાર્મા, બજાજ ફિનસર્વ, હિદુંસ્તાન યુનિલીવર, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમજ ટીસીએસના શેર રેડ ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે નીફ્ટી 19 હજાર 840 પોઇન્ટ પર ખુલ્યા બાદ ઘટાડા તરફ કારોબાર કરી રહ્યું છે.
