શેર માર્કેટ આજે પણ દબાવમાં ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી શરુઆતમાં જ તૂટ્યા
Live TV
-
ભારતીય શેરબજારમાં આજે સતત પાંચમા દિવસે દબાણ જોવા મળી રહ્યું છે. BSEનો સેન્સેક્સ અને NSEનો નિફ્ટી કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે લાલ નિશાન પર ખુલ્યા હતા.
ભારતીય શેરબજારમાં આજે સતત પાંચમા દિવસે દબાણ જોવા મળી રહ્યું છે. BSEનો સેન્સેક્સ અને NSEનો નિફ્ટી કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે લાલ નિશાન પર ખુલ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઘટાડો થયો છે.
સવારે 9.15 વાગ્યે માર્કેટમાં મામૂલી ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો. શેર માર્કેટ ખુલ્યાની શરૂઆતની થોડી જ મિનિટોમાં બજારનો ઘટાડો સતત વધી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 115 પોઈન્ટ ઘટીને 65,900 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો હતો. તો નિફ્ટી 32 પોઈન્ટથી વધુ ઘટીને 19,650 પોઈન્ટની નીચે આવી ગયો હતો. આ પહેલાં શુક્રવારે શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 220 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 66,000 પોઈન્ટની નજીક આવી ગયો હતો.
