ભારતીય મુડી બજારમાં FDI દ્વારા આ મહિને રૂ. 8,600 કરોડનું રોકાણ કરાયું
Live TV
-
ભારતીય મુડી બજારમાં વિદેશી રોકાણકારોએ આ મહિને અત્યાર સુધીમાં 8,600 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે.
મુડી બજારની માહિતી મુજબ વિદેશી મૂડી રોકાણકારો – એફડીઆઇએ પહેલા પખવાડિયામાં 10,555 કરોડ રૂપિયા શેરબજારમાં રોકયા છે, જયારે દેવા બજારમાંથી બે હજાર 180 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ગયા નવેમ્બર માસમાં પણ વિદેશી રોકાણકારોએ 33 હજાર 847 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે રકમ ગયા ઓગષ્ટ માસમાં 56,521 કરોડ રૂપિયાનો આંક વટાવી ગઇ હતી. 2022ના વર્ષના આ ચાર મહિના દરમિયાન વિદેશી રોકાણ ઉપાડ કરતા વધુ રહયું છે.
