Skip to main content
Settings Settings for Dark

નિર્મલા સીતારમણના અધ્યક્ષતામાં જીએસટીની 48મી બેઠક મળી

Live TV

X
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને જીએસટી  પરિષદની 48મી બેઠક મળી હતી. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતાં નાણાંમંત્રીએ જણાવ્યું કે, આ બેઠકમાં સાત એજન્ડા પર ચર્ચા કરાઈ હતી. પત્રકાર પરિષદને સંબોધતા મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, બેઠકમાં જીએસટી દરો અને કાનૂન બદલવાની  વિધિ ઉપર વાતચીત કરાઈ. કઠોળની ભૂકી પર કરનો દર 5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે. GST કાઉન્સિલે બિન-નોંધણી કરાયેલા સપ્લાયર્સ અને કમ્પોઝિશન કરદાતાઓને અમુક શરતોને આધીન ઈ-કોમર્સ ઓપરેટર્સ  દ્વારા માલની આંતર-રાજ્ય સપ્લાય કરવાની મંજૂરી આપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.  વીમા કંપનીઓ દ્વારા વીમાધારકને ઓફર કરાયેલ નો ક્લેમ બોનસ એ વીમા સેવાઓના મૂલ્યાંકન માટે સ્વીકાર્ય કપાત છે તે સ્પષ્ટ કરવા માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. આ બેઠકમાં નાણાંકીય રાજ્યમંત્રીઓ ઉપરાંત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ તેમજ  કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply