ભારતીય શેર બજારમાં ધીમી તેજી યથાવત, આ સેક્ટરના શેરોમાં વધારો થતાં સેન્સેક્સ 156 પોઇન્ટના ઉછાળા સાથે ખૂલ્યો
Live TV
-
અમેરિકામાં લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં મોંધવારીથી રાહત મળે તેવા સંકેતો છે. જેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 156 પોઇન્ટના વધારા સાથે 62 હજાર 685 પોઇન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નીફ્ટી 86 પોઇન્ટના વધારા સાથે 18 હજાર 694 પર ખુલ્યું હતું. જેમાં આઇટી, બેંકિગ અને ફાર્મા કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો હતો. મંગળવારે પણ સેન્સેક્સ 402 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો હતો.
