Skip to main content
Settings Settings for Dark

ભારતીય મૂળના નીલ મોહન YouTubeના નવા CEO બન્યા

Live TV

X
  • વિશ્વનું સર્વ શ્રેષ્ઠ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબના ભારતીય મૂળના નીલ મોહન યુટ્યુબના નવા સીઈઓ બન્યા છે. યુ-ટ્યુબના સીઈઓ સુસાન વોજસિકીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ ભારતીય મૂળના નીલ મોહનની નિમણૂંક કરવામાં આવી છે. સુસાન વોજસિકીએ એક પત્ર લખીને પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી અને યુટ્યુબની મૂળ કંપની આલ્ફાબેટ ઈંકએ આ માહિતી આપી હતી. કંપનીએ જણાવ્યું હતું કે, ભારતીય મૂળના નીલ મોહન હવે યુટ્યુબના આગામી સીઇઓ બનશે. તેની સાથે જ તે યુટ્યુબના સિનિયર વાઈસ પ્રેસીડેન્ટની ભૂમિકા પણ ભજવશે. 

    જાણો, નીલ મોહન વિશે

    નીલ મોહન 2007માં ડબલક્લિકના અધિગ્રહણની સાથે ગૂગલ સાથે જોડાયા હતા. તે નવેમ્બર 2015માં યુટ્યુબ સાથે જોડાયા હતા. નીલ મોહને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એમબીએ કર્યું છે અને તેમણે તેમની કારકિર્દીની શરૂઆત એક્સચેંર કંપની સાથે કરી હતી. ઉલ્લેખનીય છે કે, યુટ્યુબની મૂળ કંપની આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈ પણ ભારતીય મૂળના છે. ગૂગલની માલિકી પણ આ આલ્ફાબેટ કંપની પાસે જ છે. 

    સ્ટેનફોર્ડમાંથી ગ્રેજ્યુએટ થયેલા નીલ મોહન હાલ ચીફ પ્રોડક્ટ ઓફિસર પદે છે. તેઓ યુટ્યુબ પહેલા 2008માં ગૂગલમાં અને માઈક્રોસોફ્ટ કંપનીમાં કામ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply