શેરબજારમાં આજે સેંસેક્સ 61,566 પર અને નિફ્ટી 18,095 પર ખુલ્યો
Live TV
-
સેંસેક્સમાં આજે સવારે 291 અંકની તેજી જોવા મળી.
ભારતીય શેરબજારમાં આજે ગુરુવારે સતત બીજા કારોબારી સત્રમાં તેજી જોવા મળી છે. સેંસેક્સ 62 હજાર સુધી પહોંચી શકે છે. આજે સવારે સેંસેક્સમાં 291 અંકની તેજી આવતા 61,566 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં 75 અંકની વૃદ્ધિ થતા તે 18,095 પર ખુલ્યો હતો અને ટ્રેડ કરી રહ્યો હતો. શેરબજારમાં સવારે 9.34 વાગ્યે 396 અંકની વૃદ્ધિ થતા સેંસેક્સ 61,671 પર ટ્રેડ કરી રહ્યો હતો અને નિફ્ટીમાં 110 અંકની વૃદ્ધિ થતા 18,126 પર પહોંચી ગયો હતો. આજે રોકાણકાર અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ONGC, અપોલો હોસ્પિટલ અને ટેક મહિન્દ્રા જેવી કંપનીઓમાં રોકાણ કરી રહ્યા છે.
