ભારતીય શેરમાર્કેટે 190 પોઈન્ટના ઘટાડા સાથે દિવસની શરૂઆત કરી
Live TV
-
વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે ભારતીય શેરબજારની આજે નબળી શરૂઆત થઈ છે. આજે શરૂઆતી કારોબાર દરમિયાન સેન્સેક્સ 190 પોઈન્ટના ઘટાડા સાથે 60 હજાર 616ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 49 પોઈન્ટના ઘટાડા સાથે 17 હજાર 844ના સ્તર પર જોવા મળ્યો હતો. તો આજે અદાણી પોર્ટ્સ, HDFC લાઈફ, UPL, SBI, બજાજ ફિન્સર્વ જેવા સ્ટોક્સ આગળ ચાલી રહ્યા છે. જ્યારે એચસીએલ ટેક, હિન્દાલ્કો, તાતા સ્ટીલ, JSW સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝ જેવા શેર્સ ગગડતા જોવા મળી રહ્યા છે. તો આ તરફ આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 56 હજાર 740 રૂપિયા જોવા મળી રહી છે. જ્યારે ચાંદીની કિંમત પ્રતિ કિલો 73,500 છે. જે ગઈકાલના ભાવ કરતા આજે ચાંદી 500 રૂપિયા સસ્તી થઈ છે.
