કારોબારી સપ્તાહના ચોથા કારોબારમાં ભારતીય શેરબજારમાં સુસ્તિનો માહોલ જોવા મળ્યો
Live TV
-
કારોબારી સપ્તાહના ચોથા કારોબારમાં ભારતીય શેરબજારમાં સુસ્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 60 હજાર 681 પર અને નિફ્ટી 17 હજાર 863 પર કારોબાર કરી રહ્યાં છે. આજે મેટલ અને બેંક સેક્ટરમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આજે અદાણી ગૃપની કંપનીઓમાં ફરી વેચવાલી જોવા મળી રહી છે. કોમોડીટીની વાત કરીએ તો બ્રેંટ ક્રુડ ઓઈલમાં સતત ચોથા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. બ્રેંટ ક્રુડ ઓઈલ આજે 85 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. તો MCX પર સોનાનો 57 હજાર 250 પ્રતિ તોલા અને ચાંદીનો 67 હજાર 650 પ્રતિ કિલોગ્રામ ભાવ બોલાઈ રહ્યો છે.
