ભારતીય શેરબજારની સ્થિતીમાં સુધારો થયો, સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યા
Live TV
-
વૈશ્વિક શેરબજારોમાં મોંઘવારીના ભય હેઠળ સતત ઘટાડા બાદ આજે સ્થિતીમાં સુધાર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક શેરબજારોના પગલે ભારતીય શેરબજારોમાં પણ સ્થિતીમાં સુધારો જોવાઈ રહ્યો છે. સેન્સેક્સ 587 આંકના વધારા સાથે 53,517 પર તો નિફ્ટી 192 આંકના વધારા સાથે 16 હજાર પર કારોબાર કરી રહ્યો છે.
આજે સપ્તાહનાં અંતીમ કારોબારમાં મીડિયા, ઓટો, FMCG, PSU બેંક અને ફાર્મા સેક્ટરમાં લેવાલી નીકળતા શેરબજારની સ્થિતી સુધારા માટે ટેકો મળી રહ્યો છે. શેરની વાત કરીયેતો ટાટા મોટર્સ, RBL બેંક, બંધન બેંક, IRCTC અને ટોરેન્ટ ફાર્મામાં ઉછળો જોવા મળી રહ્યો છે જ્યારે ઈન્ડસ ટાવર, GNFC, વેદાન્તા, ભારતી એરટેલ, વીપ્રો, વોલ્ટાસ અને જે કે સિમેન્ટનાં શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.
બ્રેન્ટ ક્રુડ ઓઈલ સતત આગે કૂચ કરી 109 ડોલર પર પહોંચ્યું છે. તો સોનાનો ભાવ રૂ. 500 ના ઘટાડા સાથે 50,132 બોલાઈ રહ્યો છે અને ચાંદીમાં રૂ. 2 હજારનો કડાકો થતાં કિલોનો ભાવ રૂ. 58,875 પર પહોંચ્યો છે.
