શેરમાર્કેટમાં નવા સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ, 600 પોઈન્ટનો ઉછાળો
Live TV
-
શેરમાર્કેટમાં નવા સપ્તાહની શરૂઆત ફુલગુલાબી તેજી સાથે થઈ હતી. અગાઉના બંધ સામે 600 કરતાં વધુ ઉછાળા સાથે શેરબજારનું ઓપનિંગ થયું હતું. સ્થાનિક અને વિદેશી રાકાણકારોના ઉત્સાહજનક વલણને પરિણામે પ્રારંભિક તબક્કે જ માર્કેટમાં ઉછાળો નોંધાયો હતો. ઝોમેટો અને ઇન્ફોસિસના શેરોમાં મોટાપાયે લેવાલીના પગલે સેન્સેક્સે 55,500ની સપાટી કુદાવી હતી જ્યારે નિફટીએ પણ 170 પોઇન્ટના વધારા સાથે 16,500નો અંક વટાવ્યો હતો. જોકે મેટલના શેરમાં ભારે વેચવાલી નિકળતા તેમાં કડાકો જોવા મળ્યો હતો.
