શેર માર્કેટમાં શરુઆતમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો પછી રિકવરી થઈ
Live TV
-
મુંબઇ શેરબજાર સવારથી વોલેટાઇ રહયું હતુ. પ્રારંભિક તબક્કે માર્કેટ રેડઝોનમાં હતું. 22 પોઇન્ટના સામાન્ય વધારા સાથે ખુલેલુ માર્કેટ ડાઉન ગયું હતું. અદાણી પાવર સહિતના ઉર્જા ક્ષેત્રના શેરમાં વેચવાલીના પગલે માર્કેટ 140 કરતાં વધુ પોઇન્ટ ગગડ્યુ હતું. પરંતુ ત્યાર બાદ માર્કેટમાં સુધારાનું વલણ રહ્યું હતું. ઝોમેટો અને પે ટીએમના શેરોની આગેકૂચના પગલે માર્કેટ ગ્રીન ઝોનમાં આવ્યું હતું. સેન્સેક્સ 90 કરતાં વધુ પોઇન્ટના વધારા સાથે 55 હજાર 600ની સપાટીને પાર કરી ગયું હતું જ્યારે નિફટીએ પણ 16 હજાર 600ની સપાટી વટાવી હતી.
