ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 100 આંકના વધારા સાથે 61 હજાર 660 પર અટક્યો
Live TV
-
ભારતીય શેરબજારમાં કાલના ઘટાડા બાદ આજે વધારાની ચાલ જોવા મળી રહી છે. સેન્સેક્સ 100 આંકના વધારા સાથે 61 હજાર 660 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 16 આંકના વધારા સાથે 18 હજાર 198 પર કારોબાર કરી રહ્યો છે. આજે ફાઈનાન્સ સર્વિસ અને મેટલ સેક્ટર તરફથી બજારને ટેકો મળી રહ્યો છે, જ્યારે રિયલ્ટી અને ફાર્મા સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.
કોમોડિટીની વાત કરીએ તો આજે બ્રેંટ ક્રૂડ ઓઈલ 77 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ રૂ. 60 હજાર પ્રતિ તોલા બોલાઈ રહ્યો છે અને ચાંદીનો ભાવ રૂ. 72 હજાર 300 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે
