Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 247 અને નિફ્ટીમાં 68 પોઈન્ટનો વધારો

Live TV

X
  • એપ્રિલમાં ફુગાવો આરબીઆઈના 6 ટકાની ટોચની મર્યાદાની નીચે 4.7 ટકા આવતા સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં વૃદ્ધિ જોવા મળી હતી. આજે સેન્સેક્સ 247 આંકના વધારા સાથે 62 હજાર 275 પર કારોબાર કરી રહ્યો છે. અને નિફ્ટી 61 આંકના વધારા સાથે 18 હજાર 376 પર કારોબાર કરી રહ્યો છે. આજે રિયલ્ટી અને ઓટો સેક્ટરમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. કોમોડીટીની વાત કરીએ તો માંગમાં ઘટાડાની આશંકાએ બ્રેંટ ક્રુડ ઓઈલ 74 ડોલર પ્રતિ બેરલ નીચે કારોબાર કરી રહ્યું છે. તો આજે સોના-ચાંદીના ભાવમાં સામાન્ય વધ-ઘટ જોવા મળી રહી છે. MCX પર સોનાનો ભાવ રૂ. 60 હજાર 876 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ રૂ. 73 હજાર પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે.

    સોમવાર એટલે કે 15મી મેથી શરૂ થતા આ બિઝનેસ સપ્તાહ દરમિયાન ઘણી મોટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવવાના છે. આ કંપનીઓમાં બેંક ઓફ બરોડા, ભારતી એરટેલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈટીસી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, જેએસડબલ્યુ સ્ટીલ, ગેઈલ, એનટીપીસી, આઈટીસી, પાવરગ્રીડ કોર્પોરેશન જેવા નામો સામેલ છે. માર્ચ ક્વાર્ટર દરમિયાન આ કંપનીઓનું પ્રદર્શન કેવું રહ્યું છે, તેની સીધી અસર બજાર પર જોવા મળી શકે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply