આજે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ
Live TV
-
આજે ભારતીય શેરબજારની શરૂઆત વધારા સાથે થઈ, 218 અંકના ઉછાળા સાથે સેન્સેક્સ 62 હજાર 158ના સ્તરે ખુલ્યો હતો. તો, નિફ્ટી પણ 42 અંકની તેજી સાથે 18 હજાર 357ના સ્તરે ખુલ્યો હતો..શરૂઆતી વધારા બાદ સેન્સેક્સમાં ક્રમશઃ ઘટાડો થયો હતો..હાલ સેન્સેક્સમાં 62 હજારની નીચે કારોબાર ચાલી રહ્યો છે. સવારથી જ શેરબજારમાં વધઘટનો માહોલ રહ્યો હતો.નિફટીમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, ટેક મહિન્દ્રા , એચડીએફસી અને યુપીએલ ટોપ ગેઈનર રહ્યા હતા. આ પહેલા બુધવારે સ્થાનિક બજારમાં તેજી જોવા મળી હતી.
અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થયા બાદ વિશ્વભરના બજારોમાં સુસ્તી જોવા મળી રહી છે. યુએસ ફ્યુચર્સ માર્કેટમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે એશિયામાં નિક્કી લાલ નિશાનમાં કારોબાર થઈ રહ્યો છે. કોરિયાનો કોસ્પી લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યો છે
