મહેસાણા ખેડૂત તાલીમ કેન્દ્રમાં કેસર મહોત્સવ 2023નું આયોજન કરાયું
Live TV
-
મહેસાણા જિલ્લામાં ઉનાળાની સીઝન દરમિયાન કેરીના રસિકોને ચાલુ વર્ષે પ્રાકૃતિક કેસર કેરીની લિજ્જત માણવા મળે તે માટે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ખેડૂત તાલીમ કેન્દ્રમાં કેસર મહોત્સવ 2023નું આયોજન કરાયું હતું. આ મહોત્સવ દરમિયાન તલાલા ગીરની પ્રાકૃતિક રીતે ઉત્પાદન થયેલી કેરી લઈ ખેડૂતો મહેસાણા આવી પહોંચ્યા હતા. ખેડૂતોને પોતાની કેરીનું સીધું જ ગ્રાહકો સુધી વેચાણ કરવા મળે માટે એક માધ્યમ મળ્યું હતું. જેને પગલે માત્ર 10 દિવસમાં 16 ટન પ્રાકૃતિક કેસર કેરીનું કેસર મહોત્સવમાં વેચાણ કરવામાં આવ્યું છે.
આ મહોત્સવમાં પ્રમાણિત કરેલ જીઆઈ ટેગ 185 વાળી કેસર કેરીનું વેચાણ કરવામાં આવતા ગ્રાહકોને કેમિકલ કે કાર્બન વગરની શુદ્ધ પ્રાકૃતિક કેરી ઘર આંગણે જ મળી રહી છે. તેમજ ખેડૂતોને પણ વચ્ચે કોઈ વચેટિયા ન હોવાથી આવકમાં વધારો થઈ રહ્યો છે. આ મહોત્સવમાં ગીરની કેસર કેરીના રોપાનું વિતરણ કરવામાં આવતા મોટી સંખ્યામાં રોપાની માંગ પણ ઉઠવા પામી છે.
