શેરબજારમાં સામાન્ય તેજી, બેન્કિંગ શેરો ખુલતાની સાથે જ ઉછળ્યા
Live TV
-
અમેરિકામાં ફુગાવના આંકડા પહેલા વૈશ્વિક બજારમાં મિશ્ર સંકેત જોવા મળી રહ્યા છે. ત્યારે ભારતીય બજારમાં પણ આજે સામાન્ય તેજી સાથે શરૂઆત થઈ છે. બેન્ચમાર્ક સૂચકાંકો નજીવા ઊંચા સ્તરે ખૂલ્યા હતા. સેન્સેક્સ 135 પોઈન્ટ વધીને 61,896.21 પર અને નિફ્ટી 40.00 પોઈન્ટ વધીને 18,306 પર હતો.
ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ બંને ઈન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. સવારે 09:15 વાગ્યે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટના વધારા સાથે 61,950 પોઈન્ટને પાર કરી ગયો હતો. નિફ્ટીએ લગભગ 40 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને 18,300 ની સપાટી વટાવી હતી. આજના કારોબારમાં સ્થાનિક બજારમાં તેજી રહેવાની ધારણા છે.
