Skip to main content
Settings Settings for Dark

આજે સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત મજબૂત, પણ બંધ સપાટ સ્તરે થયું

Live TV

X
  • આજે વિશ્વભરના બજારોમાંથી ઘટાડાનાં સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 136 પોઈન્ટ વધીને 61 હજાર 901 અને નિફ્ટી 33 પોઈન્ટ વધીને 18 હજાર 297 પર ખુલ્યો હતો. ઈન્ડેક્સમાં ટોપ ગેનર્સમાં બેન્ક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેન્ક, બંધન બેન્ક, પીએનબી અને ફેડરલ બેન્ક હતા. જ્યારે ટોપ લુઝર શેર્સમાં  કોટક બેન્ક, એયુ બેન્ક, એસબીઆઈએન, એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્ક હતા. તો સોના -ચાંદીના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જયારે ક્રુડ ઓઈલ લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યું છે.

    કારોબાર દરમિયાન શેરબજાર ભારે વધ- ઘટનો માહોલ વચ્ચે અંતે સપાટ ચાલ સાથે બંધ રહ્યું હતું. BSE સેન્સેક્સ 3 અંક ઘટીને 61 હજાર  761 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી એક અંકની વૃદ્ધિ સાથે 18 હજાર 265ના સ્તરે બંધ રહ્યો હતો. 

    બજારમાં વેચવાલી નોંધાતા તેની અસર સરકારી બેંકિંગ સેકટર્સના શેર્સ પર જોવા મળી હતી. જેને પગલે બેકિંગ શેર્સ સૌથી વધુ તૂટ્યા હતા. તેમજ  NSEના નિફ્ટીમાં  PSU બેંક ઇન્ડેક્સ 2.7ટકા ઘટાડા સાથે બંધ થયો.તો આજે ITC, બજાજ ફાઇનાન્સ, સુગર અને શિપિંગના શેર્સ પણ રેડઝોનમાં બંધ થયા હતા. વાત કોમોડિટી માર્કેટની કરીએ તો આજે સોનાના ભાવમાં વધારો, જ્યારે ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો હતો. જ્યારે MCX પર ડૉલર સામે રૃપિયો 25 પૈસા નબળો કારોબાર કરી રહ્યો છે, તો આ તરફ બ્રેંટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ 77 ડૉલરની નીચે બોલાઇ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply