સેન્સેક્સ આજે 709 આંકના વધારા સાથે 61,764 પર જ્યારે નિફ્ટી 195 આંકના વધારા સાથે 18,264 પર બંધ
Live TV
-
સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી. BSE નો સેન્સેક્સ 710 પોઈન્ટ વધી 61 હજાર 764 પર જયારે NSE નો નિફ્ટી 203 પોઈન્ટ વધી 18 હજાર 272 પર બંધ રહ્યો હતો. ગત સપ્તાહે ઘટાડા સાથે બંધ થયેલુ માર્કેટે આજે સવારથી જ ગ્રીન ઝોનમાં ટ્રેન્ડિંગ કરી રહ્યું હતું. રિયાલ્ટી સેક્ટરના શેરોમાં સવારથી જ ભારે લેવાલી જોવા મળી હતી. જેને કારણે સ્થાનિક રોકાણકારો અને વિદેશી રોકારણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.. ઈન્ડસઈન્ડ બેન્ક, હિન્દાલ્કો, બજાજ ઓટો, પાવર ગ્રીડ અને કોટક બેન્કના શેર્સ ટોપ ગેનર્સ રહ્યાં જ્યારે કોલ ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઈઝ, સન ફાર્મા, અદાણી પોર્ટ્સ અને એસબીઆઈ લાઈફ લાલ નિશાન સાથે બંધ રહ્યાં હતાં. સોનાના ભાવમાં સામાન્ય ઘટાડા સાથે 62 હજાર 900 ની સપાટીએ પહોંચ્યું જયારે ચાંદીમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો હતો.
