શેરબજારમાં કારોબારી સપ્તાહનો પ્રારંભ તેજી સાથે, સેન્સેક્સ 61,500ની સપાટીને પાર
Live TV
-
શેરબજારમાં કારોબારી સપ્તાહનો પ્રારંભ ફુલગુલાબી તેજી સાથે થયો હતો. ગત સપ્તાહે ઘટાડા સાથે બંધ થયેલુ માર્કેટ આજે સવારથી જ ગ્રીન ઝોનમાં ટ્રેન્ડિંગ કરી રહ્યુ છે.
શેરબજારમાં કારોબારી સપ્તાહનો પ્રારંભ ફુલગુલાબી તેજી સાથે થયો હતો. ગત સપ્તાહે ઘટાડા સાથે બંધ થયેલુ માર્કેટ આજે સવારથી જ ગ્રીન ઝોનમાં ટ્રેન્ડિંગ કરી રહ્યુ છે. રિયલસ્ટી સેક્ટરના શેરોમાં સવારથી જ ભારે લેવાલી જોવા મળી હતી. જેને કારણે સ્થાનિક રોકાણકારો અને વિદેશી રોકારણકારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સૂચકાંકે 500 પોઇન્ટનો કુદકો લગાવી દીધો હતો. સેન્સેક્સે 61 હજાર પાંચસોની સપાટી વટાવી દીધી છે.
જ્યારે નિફટીમાં પણ 130 પોઇન્ટ કરતાં વધુનો ઉછાળો થતાં 18 હજાર બસોની સપાટીકુદાવી દીધી હતી. ઈન્ડસઈન્ડ બેન્ક, હિન્દાલ્કો, બજાજ ઓટો, પાવર ગ્રીડ અને કોટક બેન્કના શેર્સ ટોપ ગેનર્સ હતા. જ્યારે કોલ ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઈઝ, સન ફાર્મા, અદાણી પોર્ટ્સ અને એસબીઆઈ લાઈફ લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે.
