Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું, ડૉલરની સરખામણીએ રૂપિયો 8 પૈસા તૂટ્યો

Live TV

X
  • વૈશ્વિક બજારોના મિશ્ર વલણ વચ્ચે ગુરુવારે ભારતીય શેર બજારની ખરાબ શરૂઆત કરી હતી. બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSEનો સેન્સેક્સ અને NSEનો નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. સેન્સેક્સ 33.58 પોઈન્ટ ઘટીને 61 હજાર 740 પર અને નિફ્ટી 11.80  ઘટીને 18 હજાર 273.60 પર હતો. જયારે બ્રિટાનિયા, પાવર ગ્રીડ કોર્પ, બજાજ ઓટો, આઇટીસી અને કોટક મહિન્દ્રા બેન્ક નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, ઓએનજીસી અને એચસીએલ ટેક્નોલોજીસ ટોપ લુઝર્સ હતા. તો, સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે જયારે ક્રુડ ઓઈલ લીલા નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે.

    દેવાની મર્યાદાને લઈને કોઈ નક્કર નિર્ણય ન લેવાના કારણે બુધવારે યુએસ શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ સતત ચોથા દિવસે બંધ રહ્યો હતો. બુધવારે આ ઈન્ડેક્સ લગભગ 250 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. જ્યારે, S&P 500 ઈન્ડેક્સ 0.7% અને Nasdaq ઈન્ડેક્સ 0.6% ઘટીને બંધ થયા છે. આ સાથે ફિચે અમેરિકાને AAA રેટિંગ સાથે 'નેગેટિવ વોચ' લિસ્ટમાં મૂક્યું છે. જે બાદ યુએસ સ્ટોક ફ્યુચર્સમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply