ભારતીય શેરબજાર આજે ગ્રીનઝોનમાં બંધ રહ્યું હતુ
Live TV
-
ભારતીય શેરબજાર આજે ગ્રીનઝોનમાં બંધ રહ્યું હતું. શરુઆતી તબક્કામાં નેગેટિવ ટ્રેડ જોવા મળ્યો હતો ત્યાર બાદ વધારો થતા રોકાણકારોની સંપત્તિ 280.46 લાખ કરોડ પર પહોંચી હતી. સેન્સેક્સ 98.84 પોઇન્ટના વધારા સાથે 61872.62 અને નિફ્ટી 35.75 પોઇન્ટ વધીને 18321.15 પોઇન્ટ પર બંધ રહ્યા. આ ઉપરાંત બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝ, ભારતી એરટેલ ટોપ ગેનર્સ રહ્યા, વીપ્રો, ઈન્ડસલેન્ડ બેંક, ટાટા મોટર્સ આજના દિવસમાં ટોપ લુઝર્સ રહ્યા અને સોનું સામાન્ય ઘટાડા સાથે 59, 815 રહ્યું. એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં ખરીદીને કારણે બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
