Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું, સેન્સેક્સ 63,300ને પાર

Live TV

X
  • અમેરિકામાં ફેડે 10 વખત વ્યાજદરમાં વધારો કર્યા બાદ આ વખતે વ્યાજદર વધારા પર બ્રેક લગાવી છે. આ ઉપરાંત ફેડે આ વર્ષમાં હજું પણ બે વખત વ્યાજદર વધારવાનાં સંકેત આપ્યા છે.

    અમેરિકામાં ફેડે 10 વખત વ્યાજદરમાં વધારો કર્યા બાદ આ વખતે વ્યાજદર વધારા પર બ્રેક લગાવી છે. આ ઉપરાંત ફેડે આ વર્ષમાં હજું પણ બે વખત વ્યાજદર વધારવાનાં સંકેત આપ્યા છે. જેને પગલે ભારતીય શેરબજારમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 71 આંકના વધારા સાથે 63,300 પર કારોબાર કરી રહ્યો છે. અને નિફ્ટી 34 આંકના વધારા સાથે 18,790 પર કારોબાર કરી રહ્યાં છે. 

    આજે ફાર્મા, ઓટો, FMCG અને  રિયલ્ટી સેક્ટરમાં નવી લેવાલી નીકાળતા વધારો જોવા મળી રહ્યો છે. કોમોડિટીની વાત કરીએ તો બ્રેંટ ક્રૂડ ઓઈલ 73 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. તો સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ 58 હજાર 800 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ 71 હજાર 200 પ્રતિ કિ.લો. બોલાઈ રહ્યો છે. તો રૂપીયા સામે ડોલર ફરી મજબૂત થઈ 82.22 થયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply