ભારતીય શેર બજારમાં તેજી યથાવત, સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર ખુલ્યા
Live TV
-
ભારતીય શેર બજારમાં સપ્તાહની શરુઆતની તેજી મંગળવારે પણ જળવાઇ રહી હતી.
ભારતીય શેર બજારમાં સપ્તાહની શરુઆતની તેજી મંગળવારે પણ જળવાઇ રહી હતી. જેમાં સેન્સેક્સ 379 પોઇન્ટના ઉછાળા સાથે 67,506 પોઇન્ટ પર ખુલ્યો હતો. તો લાર્સન એન્ડ ટર્બો, સન ફાર્મા, આઇસીઆઇસીઆઇ બેંક, ટીસીએસ, ભારતી એરટેલ, એક્સીસ બેંક, ટાટા સ્ટીલ, વિપ્રો, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ, આઇટીસી, બજાજ ફિન સર્વ, ટાટા મોટર્સ, ઇન્ડસન્ડ બેંક, રિલાયન્સ, એનટીપીસીના ઘટાડા સાથે ખુલ્યા હતા.
સાથે જ નિફ્ટીએ સોમવારે 20 હજારની સપાટી ક્રોસ કર્યા બાદની સ્થિતિને જાળવી રાખી હતી અને 20,110ની સપાટી પર ખુલ્યો હતો. જાણકારોના મતે શેર બજારમાં ચાલુ સપ્તાહે તેજીનો માહોલ યથાવત જોવા મળી શકે છે.
