સપ્તાહના પ્રથમ બે દિવસ તેજી બાદ આજે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું
Live TV
-
સપ્તાહના પ્રથમ બે દિવસ તેજી બાદ આજે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ 33 પોઈન્ટના ઘટાડા સાથે 67 હજાર 221ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટી પણ 4 પોઈન્ટના ઘટાડા સાથે 19 હજાર 989ના સ્તરે ખુલ્યો હતો.
શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30માંથી 17 શેરો ઘટી રહ્યા હતા.. જ્યારે 13 વધી રહ્યા હતા. RR કેબલ લિમિટેડનો IPO આજથી ખુલ્યો છે. RR કેબલ લિમિટેડે પ્રાઇસ બેન્ડ રૂ. 983 થી 1 હજાર 35 નક્કી કરી છે. આ IPO માટે રિટેલ રોકાણકારો મહત્તમ 13 લોટ એટલે કે 182 શેર માટે અરજી કરી શકે છે.
