ભારતીય શેર બજાર પર યુદ્ધની નકારાત્મક અસર, સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો
Live TV
-
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજાર આજે લાલ નિશાન પર ખુલ્યું છે.
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજાર આજે લાલ નિશાન પર ખુલ્યું છે. શરુઆતમાં જ સેન્સેક્સમાં 500 પોઈન્ટ અને નિફ્ટીમાં 170 પોઈન્ટનો ઘટાડો થયો હતો. અત્યારે સેન્સેક્સ 65,675 ના સ્તર પર અને 19,554 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંધર્ષની અસર ભારતીય શેર બજારોમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે ભારતીય શેર બજારો પણ દબાણ હેઠળ લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે.
ગયા કારોબારી સપ્તાહમાં ભારતીય શેર બજાર માટે મિશ્રિત અસર દેખાઈ હતી. શરૂઆતમાં બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે છેલ્લા બે દિવસમાં બજાર પોતાનું સ્તર પાછું મેળવવામાં સફળ રહ્યું હતું.
