Skip to main content
Settings Settings for Dark

બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલવાનો આજે છેલ્લો દિવસ

Live TV

X
  • બેંક ખાતામાં રૂ. 2,000ની નોટો જમા કરવાનો અથવા તેને અન્ય મૂલ્યની નોટો માટે બદલવાનો આજે છેલ્લો દિવસ છે. RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે 12,000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની 2,000 રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં છે.

    19 મે, 2023 ના રોજ, જ્યારે RBI દ્વારા 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે બજારમાં કુલ 3.44 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. સમયસર એક્સચેન્જ અને ડિપોઝિટની કવાયત પૂર્ણ કરવા અને લોકોને પૂરતો સમય આપવાના હેતુથી શરૂઆતમાં રૂ. 2000ની નોટો બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

    રૂ. 2000 ની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. 19 મેના રોજ, RBIએ રૂ. 2000 મૂલ્યની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો, પરંતુ કહ્યું કે તે કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. જો કે, આરબીઆઈએ બેંકોને તાત્કાલિક અસરથી આવી બેંક નોટો જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply