ભારતીય શેરબજારમાં સતત 2 દિવસની મંદી બાદ આજે ઉછાળો
Live TV
-
ભારતીય શેરબજારમાં સતત 2 દિવસની મંદી બાદ આજે રોનક જોવા મળી હતી. મુંબઇ શેરબજારનો સૂચકઆંક સેન્સેક્સ 405 આંકના ઉછાળા સાથે 65,631 આંક પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ શેરબજારનો સૂચકઆંક નિફ્ટી 109 આંકના વધારા સાથે 19,545 આંક પર બંધ રહ્યો હતો.
કારોબાર દરમિયાન આજે કેપિટલ ગુડ્સ, આઇટી, ઓટો અને સર્વિસ સેક્ટર્સના શેર્સમાં તેજી જોવા મળી હતી. તો પાવર, યુટિલિટી અને ફાર્મા શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું. ભારતીય શેરબજારમાં આજે સુધારાની ચાલને પગલે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે 1.22 લાખ રૃપિયાનો વધારો નોંધાયો છે.
