સપ્ટેમ્બર મહિનામાં GSTનું કલેક્શન 1.62 લાખ કરોડ રૂપિયાથી વધુ
Live TV
-
સપ્ટેમ્બર મહિનામાં વસ્તુ અને સેવા કર એટલે કે GSTનું કલેક્શન 1.62 લાખ કરોડ રૂપિયાથી વધુનું રહ્યું છે.
સપ્ટેમ્બર મહિનામાં વસ્તુ અને સેવા કર એટલે કે GSTનું કલેક્શન 1.62 લાખ કરોડ રૂપિયાથી વધુનું રહ્યું છે. ગત વર્ષના સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં GST કલેક્શનમાં 10 ટકાનો વધારો નોંધાયો છે. નાણા મંત્રાલયે રવિવારે સપ્ટેમ્બર મહિનાના GST કલેક્શનના આંકડા જાહેર કરતાં જણાવ્યું હતું કે. સપ્ટેમ્બર મહિનામાં વસ્તુ અને સેવા કર સંગ્રહ 1 લાખ 62 હજાર 712 કરોડ રૂપિયા થયું છે.
એક વર્ષ અગાઉ સપ્ટેમ્બર 2022માં GST કલેક્શન 1.47 લાખ કરોડ રૂપિયા હતું. નાણાકીય વર્ષ 2023-24માં ચોથી વાર GST કલેક્શનનો આંકડો 1.60 લાખ કરોડને પાર થયું છે. આ નાણાંકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં કુલ 9 લાખ 92 હજાર 508 કરોડ રૂપિયાનો GST સંગ્રહ થયું હતું. જે ગત નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનાની સરખામણીમાં 11 ટકા વધુ છે.
