Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેર બજાર સપ્તાહના પ્રારંભે સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું

Live TV

X
  • ભારતીય શેર બજાર સપ્તાહના પ્રારંભે સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું હતું. જેમાં સેન્સેક્સ 10 પોઇન્ટના ઘટાડા સાથે 63 હજાર 374 પોઇન્ટ પર ખુલ્યો હતો.

    ભારતીય શેર બજાર સપ્તાહના પ્રારંભે સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું હતું. જેમાં સેન્સેક્સ 10 પોઇન્ટના ઘટાડા સાથે 63 હજાર 374 પોઇન્ટ પર ખુલ્યો હતો. જો કે બાદમાં  સામાન્ય સુધારા સાથે સેન્સેક્સ 70  પોઇન્ટ સુધી વધ્યો હતો. 

    બીજી તરફ,  આઇટી સેક્ટર, બેન્કિંગ અને ફાર્મા કંપનીના શેર્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. જેમાં બજાજ ફિન્સર્વ, ટાઇટન, સન ફાર્મા,  એચડીએફસી બેંક, એક્સીસ બેંક, આઇટીસી, ટાટા મોટર્સના શેર્સનો સમાવેશ થાય છે. જ્યારે એફએમસીજી  અને ટેલિકોમ કંપનીના શેર્સ રેડ ઝોનમાં રહ્યા હતા. જેમાં હિંદુસ્તાન લીવર, એનટીપીસી, અને વીપ્રોના શેર્સનો સમાવેશ થાય છે. 

    શેરબજારનો સુચકાંક નીફ્ટી પણ 18 હજાર 873 પોઇન્ટ પર ખુલ્યો હતો. જેમાં બજાજ ફિન્સર્વ, બજાજ ફાઇનાન્સ, સન ફાર્મા અને લાર્સન એન્ડ ટુર્બો કંપનીના શેર્સના ભાવ વધ્યા હતા. જ્યારે  હીરોમોટર-કોપ,  એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેંક અને  એનટીપીસીના શેર્સના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply