Skip to main content
Settings Settings for Dark

ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 12.73 ટકા વધીને અત્યાર સુધીમાં 4 લાખ 19 હજાર 338 કરોડ રૂપિયા થઈ ગયું

Live TV

X
  • નાણાકીય વર્ષ 2023-24 માટે અત્યાર સુધીમાં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 12.73 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 3 લાખ 71 હજાર 982 કરોડની સરખામણીમાં આ આંકડો 4 લાખ 19 હજાર 338 કરોડ રૂપિયા છે. નેટ કલેક્શન 3 લાખ 79 હજાર 760 કરોડ છે, જે 11.18 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

    કુલ કલેક્શનમાં કોર્પોરેશન ટેક્સ 1 લાખ 87 હજાર 311 કરોડ અને વ્યક્તિગત આવકવેરો 2 લાખ 31 હજાર 391 કરોડનો સમાવેશ થાય છે. 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એડવાન્સ ટેક્સ કલેક્શન 1 લાખ 16 હજાર 776 કરોડ છે, જે 13.70 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 2023-24માં અત્યાર સુધીમાં 39 હજાર 578 કરોડના રિફંડ પણ જારી કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply