આજે શેરબજારની શરૂઆત મિશ્ર રહી
Live TV
-
આજે શેરબજારની શરૂઆત મિશ્ર રહી હતી, સેન્સેક્સ નજીવા વધારા સાથે ખુલ્યો હતો અને નિફ્ટી નજીવા ઘટાડા સાથે ખુલ્યો હતો. સેન્સેક્સ 50.22 પોઈન્ટ ઘટીને 63,118.08 પર અને નિફ્ટી 13.20 પોઈન્ટ ઘટીને 18,742.30 પર હતો. એચડીએફસી લાઇફ, ટાટા કન્ઝ્યુમર, એપોલો હોસ્પિટલ્સ, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ અને અદાણી એન્ટરપ્રાઇઝિસ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા.
જ્યારે એચયુએલ, મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, એમએન્ડએમ અને હીરો મોટોકોર્પ ટોપ લુઝર્સ હતા.એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. યુએસ ફ્યુચર્સ પણ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
